જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા અને શહેરના સરદાર માર્કેટમાં પાટીદારવાળી શેરીમાં સિદ્ધિ વિનાયક ટેઈલરના નામે દુકાન ચલાવતા જગદીશ મૌલેશભાઈ ગોહિલ(ઉ.વ.38) અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં રહેલા પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની જાણ થતાં તેના પરિવારજનો તાત્કાલિક દુકાન ખાતે દોડી આવ્યા હતા અને મૃતકને પોલીસ સ્ટાફની હાજરીમાં નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.આ બનાવમાં મૃતકના નાનાભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ દ૨૨ોજ બપોરે જમવા માટે ઘરે જાય છે. પરંતુ આજે સાંજના 7 વાગ્યા સુધી ઘરે જમવા ન આવતા હું દુકાને ગયો ત્યારે મારા મોટાભાઈ પંખા સાથે લટકતા હતા. જેથી મેં મારા પરિવારને જાણ કરી હતી અને બાદમાં જસદણ પોલીસને જાણ કરી હતી. મારા ભાઈના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક 2 વર્ષની દીકરી છે. પરંતુ મારા મોટાભાઈએ ક્યા કારણોસર આ પગલું ભરી લીધું તે અમને ખ્યાલ નથી. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या होता है Beauty Parlor Stroke Syndrome जिसके बारे में आपको मालूम होना ज़रूरी है | Sehat ep 784
क्या होता है Beauty Parlor Stroke Syndrome जिसके बारे में आपको मालूम होना ज़रूरी है | Sehat ep 784
BAGVADAR બરડા પંથકના સેવાના ભેખધારીની સ્મૃતિમાં રકતદાન કેમ્પ યોજાયો 06 11 2022
BAGVADAR બરડા પંથકના સેવાના ભેખધારીની સ્મૃતિમાં રકતદાન કેમ્પ યોજાયો 06 11 2022
ಬೆಂಗಳೂರಿನ ಯುವನಿಕಾ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "15ನೇ ಬುಡಕಟ್ಟು ಯುವ ವಿನಿಮಯ ಕಾರ್ಯಕ್ರಮದ ಸಮಾರೋಪ ಸಮಾರಂಭ" ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 21, 2023
ಬೆಂಗಳೂರಿನ ಯುವನಿಕಾ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "15ನೇ ಬುಡಕಟ್ಟು ಯುವ ವಿನಿಮಯ ಕಾರ್ಯಕ್ರಮದ...
Dev Anand 100th Birth Anniversary: Dev Anand की Birth Anniversary पर उनकी कुछ खास बातें | Dev Anand
Dev Anand 100th Birth Anniversary: Dev Anand की Birth Anniversary पर उनकी कुछ खास बातें | Dev Anand