વૃંદાવન રાસોત્સવ દ્વારા ખરા અર્થમા બેટી વધાવો અને નવરાત્રીમા અલગ પ્રકાર ની આરાધના....
મા જગદંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે નવા કુંભારવાડા પોરબંદરમા ચાલતી આશાપુરા ગરબી મંડળની તમામ ૪૨૫ જેટલી બાળાઓ લોહાણા મહાજન વાડીમા મહેમાન બની આવ્યા હતા, યુવા ટીમ દ્વારા બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી હતી, દીકરી ખાલી હાથે ન જાય તેવા ભાવ સાથે દરેકને એક નાની ગીફ્ટ પણ આપવામાં આવી હતી.
આ વિચાર અને તેના અમલ માટે રઘુવંશી યુવાનો વૃંદાવન રાસોત્સવના તમામ સભ્યોને રાજેશ લાખાણી, સેક્રેટરી 
પોરબંદર લોહાણા મહાજન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
 
  
  
  
   
  