પ્રધાનમંત્રી શ્રેષ્ઠ જાહેર સુશાસન પુરસ્કાર - 2022 યોજના અને વેબ પોર્ટલ શરૂઆત કરવામાં આવી

મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સનેલ પબ્લિક ગ્રિવાંસિસ ઍન્ડ પેન્શનના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સ્તરની વીડિયો કોન્ફરેન્સ યોજાઈ

ડો. જિતેન્દ્રસિંહ, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનેલ પબ્લિક ગ્રિવાંસિસ ઍન્ડ પેન્શન, જાહેર વહીવટ સુધાર અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી શ્રેષ્ઠ જાહેર સુશાસન પુરસ્કાર – 2022 યોજના અને વેબ પોર્ટલ શરૂઆત કરવામાં આવી. વીડિયો કોન્ફરેન્સ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોના જિલ્લા કલેકટરશ્રીઓ અને અન્ય સંલગ્ન અધિકારીઓને જોડાયા. 

આ પ્રસંગે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનેલ પબ્લિક ગ્રિવાંસિસ ઍન્ડ પેન્શન, ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રેષ્ઠ જાહેર સુશાસન પુરસ્કારથી વહીવટમાં પારદર્શકતા આવી છે અને વહીવટકર્તાઓમાં કાર્યદક્ષતા આવી છે. 

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેટરશ્રી કે.એલ. બચાણી, અધિક નિવાસી કલેકટરશ્રી બી. એસ. પટેલ, નડિયાદ પ્રાંત અધિકારીશ્રી જે.એમ. ભોરણીયા જોડાયા હતા.