રીફલેકટર કે બોર્ડ ન હોવાના કારણે એક ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ..

હાલ સેવાલિયા ડાકોર સ્ટેટ હાઇવેનું નવીનીકરણ ચાલી રહ્યું છે. ત્યારે સેવાલીયા ડાકોર હાઇવે ની વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર છેલ્લા ઘણાં સમયથી તૂટેલી હાલતમાં હોવાથી આ ડિવાઇડરનું સમારકામ કરવું ખુબ જરૂરી બન્યુ છે ડાકોરથી સેવાલિયા તરફ દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અહિયાંથી પસાર થતાં હોય છે ત્યારે તૂટેલા ડિવાઇડરના કારણે વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવે છે. ઠેર ઠેર તૂટેલી હાલતમાં જોવા મળતા આ ડિવાઈડરમાં યોગ્ય મટીરીયલનો ઉપયોગ થયો ન હોવાની પણ અટકળો ઉઠી છે. સાથે જ ડાકોરથી સેવાલિયા સુધી બનાવેલા આ માર્ગ પર ડિવાઈડર તો બનાવ્યા પણ તેના ઉપર દિશાસૂચક બોર્ડ કે રીફલેકટર ન હોવાના કારણે પણ અનેકવાર અકસ્માતો સર્જાય છે ત્યારે ગળતેશ્વરના નવી માલવણ પાટિયા આગળ આજરોજ સાંજના સમયે વરસાદ હોવાના કારણે ઓછી વિઝીબીલિટી લીધે ડિવાઈડર ન દેખાવાના કારણે એક ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી સદનસીબે કોઈ હાની થઇ ન હતી પરંતુ 

રોડ ઉપર ડિવાઇડરના વચ્ચે રીફલેકટર અથવા સુચનાબોડૅ પણ ના હોવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના અનેક વખતે બનતી હોય છે અમુક વખતે રાત્રીના સમયે વાહનચાલકોના દુરથી ડિવાઇડર દેખાતું ન હોવાના કારણે અને બોડૅ ના હોવાથી અકસ્માત સર્જાતા હોય છે વારંવાર રેડિયમ પટ્ટા ના હોવાથી વાહનચાલકોને ને નજર અંદાજ નથી આવતો વાહન ચલાવવા માટે વાહન ચાલકો ને વારંવાર સ્ટેરીંગ પરનું કાબૂ ગુમાવતા હોય છે.ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે તૂટેલા ડિવાઈડરનું સમારકામ કરી રેડિયમ ડિવાઈડર પર રેડિયમ અથવા રીફલેકટર લગાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગણી છે.