મા આધશક્તિ જગદંબાની ભક્તિમાં લીન બન્યા છે, નવરાત્રિના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે જેમાં લોકો નવ દિવસ દરમ્યાન માં ની ભક્તિ તથા ખેલૈયાઓ મન મૂકી રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, બાળકોના સર્વાગી વિકાસ સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ જ્ઞાન મળે તે માટે સ્કૂલો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે,સિહોર શહેરની શાળાઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં સિહોરની વિધામંજરી તેમજ મોર્ડન સ્કૂલ ખાતે સ્ક્લ બાળકો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, બાળકોના સર્વાગી વિકાસ સાથે સાંસ્કૃતિક અને આધ્યાશ્મિક રીતે પણ જ્ઞાન મળે તે માટે સ્કૂલો દ્રારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં નાના નાના ભૂલકાઓની સાથે વાલીઓ તથા શિક્ષણગણો ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી એટલે ઉત્સાહ ઉમંગ અને આનંદનો ઉત્સવ, જેટલો આનંદ આપણને હોય તેટલો બાળકોનેપણ હોય છે, ગરબા રમવા બ્રાળકો થનગનતા હોય છે, સિહોરની વિધામંજરી તેમજ મોર્ડન સ્કૂલ ખાતે સ્કૂલ બાળકો માટે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. નાના ભૂલકાઓ, દિકરીઓ અને દિકરાઓ દ્રારા રંગે ચંગે નવરાત્રી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ પણ વિધાર્થીઓ સાથે ગરબામાં જોડાયા હતા. બાળકો દ્રારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ભક્તિ પર્વ ઉજવણી કરી હતી, જેમાં શાળામાં ભણતા કાજે ઘોરણ 9 થી 12માં અભ્યાસ કરતા ભાઈઓ, બહેનો, શિક્ષકગણો તથા સ્ટાફના દ્રારા નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.