ડીસામાં ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે આરોપીને છ માસ કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સજા ઉપરાંત ચેકના નાણા એક મહિનામાં માલિકને ન આપે તો વધુ એક માસ કેદની સજાનો હુકમ કર્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના ડૉ. આંબેડકર ચોક પાસે રહેતા વિનોદભાઈ સોલંકી તેમના મિત્ર હરેશ દરજી પાસે વીરકૃપા એન્ટરપ્રાઇઝ ડ્રોમાં રૂ. 2000 પ્રમાણે ચાર ખાતા ખોલાવ્યા હતા. જ્યારે ડ્રોની પાકતી મુદ્દતે કુલ રકમ રૂપિયા 1.67 લાખ લેવાના થતા હતા. ત્યારે ઉઘરાણી કરતા આરોપી હરેશ દરજીએ ડ્રોમાં નુકસાન થયું હોવાથી થોડા સમય પછી નાણા આપવાની વાત કરી હતીય. જોકે ફરિયાદી પાસેથી વધુ રૂ. 3,00,000 ઉછીના માંગતા વિનોદભાઈએ રૂ. 2.20 લાખ ઉછીના આપેલા અને સામે ચેક જમા કરાવ્યો હતો.

જોકે, આરોપીએ સમયસર પૈસા ન આપતા ફરિયાદીએ 3.64 લાખનો ચેક બેંકમાં નાખેલો, પરંતુ બેંકમાં બેલેન્સ ન હોવાના કારણે ચેક રિટર્ન થતા પૈસા આપવા માટે વારંવાર નોટિસો મોકલઈ હતી.

નોટિસોનો યોગ્ય જવાબ ન આપતા કલમ 138 મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આરોપી હરેશ દરજીને તકસીરવાન ઠેરવી છ માસની કેદની સજા અને રૂપિયા 3.87 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે અને જો રકમ ન ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.