સિહોરના સુરકાના દરવાજા લીલાપીર વિસ્તારનો બિસમાર રોડ છેલ્લા ઘણા સમયથી કફોડી સ્થિતિમાં હતો સાગવાડી, કાજાવદર, જાબાળા, બોરડી, ટાણા, વરલ, વચ્ચેનો રોડ બન્યો પરંતુ લીલાપીર, સુરકાના દરવાજા, ટાણા ચોકડીનો એકથી દોઢ ક્રિમીનો રોડ કોઈ કારણોસર બન્યો ન હતો અહીં લોકોની મુશ્કેલીનો પાર ન હતો લોકોએ  "રોડ આપો સરકાર, સામે ઝુંબેશ શરૂ કરી હતી અને બાદમાં નગરપાલિકા પ્રમુખ રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જેનું આજથી કામ શરૂ થયું છે સિહોરના ટાણા ચોકડી થી સુરકાના દરવાજા લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બનશે જેનું થોડા દિવસ પહેલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ધારાસભ્ય પુત્ર દિવ્યશભાઈ સોલંકી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારેયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, નગરપાલિકા ના પ્રમુખ વી ડી નકુમ ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું હતું ટાણા ચોકડી થી સુરકા ના દરવાજા સુધી અને ત્યાંથી લીલાપીર રોડ 1.60 કરોડના ખર્ચે બની લોકોને માટી રાહત આપશે આજથી કન્ટક્શન ટિમો સાથે લેબર તેમજ જેસીબી સહિત ટાંચા સાધનો રોડ બનાવવા માટે ના શ્રીગણેશ થયા છે શંખનાદે લોકોના અવાજ બની પ્રજાભિમુખ પત્રકાત્વરનો ધર્મ નિભાવ્યો છે અને આ તેનું આપની સમક્ષ પરિણામછે 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं