આજથી અમદાવાદમાં ફેઝ વન અંતર્ગત થલતેજથી લઈને વસ્ત્રાલ સુધી મેટ્રોની શરુઆત થઈ છે. ત્યારે મળતી વિગતો અનુસાર મેટ્રોમાં TAS અને TATA એવું લખાણ અજાણ્યા 3 ઈસમો દ્વારા લખવામાં આવ્યું છે. પબ્લિક પ્રોપર્ટી પર આ વખાણ લખીને ત્રણ ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી મેટ્રોના અધિકારીઓ આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ દાખલ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પૂર્વ વિસ્તારમાં એપરલ પાર્કમાં મેટ્રો ટ્રેન પર અજાણ્યા 3 ઈસમોએ રાતના સમયે ગોમતીપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘુસીને પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેમણે આ પ્રકારે લખાણ લખ્યું હતું. જેને લઈને પબ્લિક પ્રોપર્ટ પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને 50 હજાર નું અંદાજિત આર્થિક નુકશાન કર્યું છે. સિક્યોરીટી કેમેરામાં આ ત્રણ ઈસમો નજર પડી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મેટ્રોના અધિકારી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.  

આજથી મેટ્રોનો પ્રારંભ અમદાવાદમાં કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા પીએમ દ્વારા મેટ્રોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ફેઝ વનની અંદર આ કામગિરી પૂર્ણ થતા પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા રુટ પર મેટ્રોની શરૂઆત થઈ છે. ત્યારે આ ઘટના પણ સામે આવી હતી.