રાજ્ય સરકાર પારદર્શી અને પ્રજાલક્ષી નિર્ણયો થકી વિકાસ કાર્યો કરી રહી છે . સેવા સેતુનો પ્રારંભ થતાં અમરેલી જિલ્લાના અમરેલી અને ધારી તાલુકાના ચલાળા , લાઠી તાલુકા અને સહિતની નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો હતો . મહત્વનું છે કે , નાગરિકોને જુદી - જુદી સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી યોજવામાં આવતા આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકામાં ૪૧૩ , ચલાળા નગરપાલિકામાં ૨૯૮ સહિત શહેરી વિસ્તારમાં ૭૧૧ તેમજ ધારી ગ્રામ્ય વિસ્તારમાં ૪૧૦ , લાઠી ગ્રામ્ય વિસ્તારમાં ૬૯૭ સહિત અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી