દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી સતત ગેરહાજર,,દાખલાઓ માટે ખેડૂતો અને ગામલોકોની રઝળપાટ....સરકારની ઓનલાઈન સુવિધાના જાહેરમાં ધજાગરા.....'ડિજિટલ ગુજરાત' માં રાજ્ય સરકારે જરૂરી દાખલા ગામલોકોને ઘર આંગણે મળી રહે તે માટે ગ્રામ પંચાયતોને ઓનલાઈન સુવિધાથી સજ્જ કરી છે પરંતુ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી અને ગ્રામસેવક ની સતત ગેરહાજરીના કારણે ખેડૂતો અને ગામલોકોને અગત્યના દાખલાઓ માટે રઝળવાનો વારો આવ્યો છે.કોતરવાડા ગામ એ દિયોદર તાલુકાનું સૌથી વધુ જન સંખ્યા ધરાવતું ગામ છે પરંતુ ગામની ગ્રામ પંચાયતમાં રેવન્યુ તલાટી ફરકતા નથી.ગ્રામ સેવકને તો કોઈ ઓળખતું પણ નથી. જેમની સતત ગેરહાજરીના કારણે જરૂરી દાખલાઓ ન મળતા લોકો અને ખેડૂતોના અગત્યના કામો અટવાય છે.તાલુકા મથક સુધી ધક્કો ખાવા છતાં સરકારી બાબુઓ ન મળતા સરકારની ઓનલાઈન સેવાના જાહેરમાં ધજાગરા ઉડે છે. ત્યારે રેવન્યુ તલાટીએ તો વચેટીયાને હવાલો સોંપી દીધો છે તેવા લોકોએ આક્ષેપો કરી વહીવટી તંત્ર સામે પણ બળાપો ઠાલવ્યો હતો.આ મુદ્દે દિયોદર મામલતદાર ગામની જાત મુલાકાત લઈ સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.......