સિહોરની ગૌતમી નદી ઉપરના બધા જ ચેકડેમો કદડો અને ગંદકીના દુષિત પાણીથી ખદબદતા હોવાથી આજુબાજુ રહેતા રહીશો ભયંકર રોગચાળોમાં સપડાય તેવી ભીતિ સેવાઈ રહી છે સિહોરની ગૌતમી નદી પરના ચેકડેમોમાં નીચયમીતપણે સઘન સફાઈ કાર્ય હાથ ધરવામાં આવતુ નથી. આ ચેકડેમોના આ માર્ગ પરથી ભીમનાથ, ધારનાથ, ભુતનાથ અને સુપ્રસિધ્ધ ગૌતમેશ્વર મહાદેવના શિવાલય તરફ અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને મને કમને ભયંકર દુર્ગંધ સહન કરવી પડે છે. અત્રે રાત્રીના તો મધમાખીઓની જેમ મચ્છરોના ઝુંડ ચોતરફ ઉડતા જોવા મળે છે. આ સ્થળેથી ટાણા તરફ જવાનો રોડ આવેલ છે. ખાનગી વાહનચાલકો અને રાહદારીઓને ત્યાંથી પસાર થતી વખતે ફરજીયાતપણે મોઢે રૂમાલ બાંધવો પડે છે એટલી હદે ગંદકીથી ચેકડેમો ખદબદી રહ્યા છે. તંત્રવાહકો જો સાવચેત નહિ રહે તો શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે તેવી શકયતા છે. આ ગંભીર બાબતે સિહોર નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે કુંભકર્ણ નીંદ્રામાંથી જાગીને યુધ્ધના ધોરણે ચેકડેમોમાં સઘન સફાઈકાર્ય હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલ છે. નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાથી લોકોમાં આક્રોશ| રોગચાળાની ભીતી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं