1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારની બેઠકોના ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર અર્થે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કાલોલ તાલુકાના વેજલપુરના બેઢીયા ગામ નજીક માઇકો કંપની સામેના મેદાનમાં પધારી જનસભા યોજી જંગી જનમેદનીને સંબોધન કરવાના છે જેને લઈ છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી કંપની સામેના મેદાનમાં યોજાનાર સભા સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગમનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં આવતી કાલે સવારે અંદાજીત એક લાખ જેટલી જનમેદનીની જાહેર સભાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેવી અનુમાન છે.
બેઢીયા ગામે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જનસભાને પગલે સભા સ્થળે આજે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.
