બેડમિન્ટન ખેલાડીPV સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો 

૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના દિન દયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનાર બેડમિન્ટન સ્પર્ધા પૂર્વે બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે પી.વી. સિંધુએ બેડમિન્ટન કોર્ટમાં અન્ય ખેલાડીઓ સાથે બેડમિન્ટનમાં હાથ અજમાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

            પી.વી. સિંધુએ જણાવ્યું કે, ૩૬મી નેશનલ ગેમ્સના સંદર્ભમાં સુરત ખાતેના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારી બેડમિન્ટન ગેમ્સની તૈયારીઓ જોઈને પ્રભાવિત થઈ છું. ભારતમાં નેશનલ ગેમ્સ જેવી ટૂર્નામેન્ટો થકી યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવતા હોય છે. જેથી કંઠીન પરિશ્રમ અને ખેલદિલીની ભાવનાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે, મેચ પહેલા અથવા મેચ બાદ ખેલાડીઓને થનારી ઈજા વખતે ફિઝ્યોથેરાપિસ્ટની ભૂમિકા અત્યંત મહત્વની બની જતી હોય છે. સાથો સાથ દરેક ખેલાડીની પાછળ કોચની પણ એટલી જ મહત્વની ભૂમિકા રહેતી હોવાનુ તેમણે જણાવ્યું હતું.

               આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, સ્પોર્ટ્સ ઓથોરિટીની અધિકારીઓ સહિત અલગ અલગ રાજ્યથી આવેલ બેડમિન્ટન ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા