સાવરકુંડલા રૂરલ તથા રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરનાર ઇસમને પકડી પાડી , ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ગુન્હાની વિગતઃ ( ૧ ) ગઇ તા .૨૪ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૨૩/૩૦ થી તા .૨૫ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૦૨/૩૦ દરમ્યાન વિનોદભાઇ રસીકભાઇ વાઘમશી , ઉં.વ ,૪૪, રહે.ચીખલી , પ્લોટ વિસ્તાર , તા.સાવરકુંડલા, જિ.અમરેલી,વાળાના રહેણાક મકાનનાં કોઇ અજાણ્યા ચોર ઇસમે નળીયા ખસેડી ઘરમા પ્રવેશ કરી પટારાનું તાળુ તોડી તેમાથી એક સોનાનો ચેન કિ.રૂ .૩૦,૦૦૦ - / તથા ચાર નાની મોટી અલગ અલગ વીટીઓ કિ.રૂ .૨૦,૦૦૦ - / તેમજ એક જોડી ચાંદીની જાંજારી કિ.રૂ .૨,૦૦૦ × / તથા સોનાનુ એક માદળીયુ કિ.રૂ .૨૦૦૦ - / તથા રોકડ રૂ .૬૨૦૦ --તેમજ રસોડાનુ તાળુ તોડી ભારતગેસ ના બે બાટલા કિ.રૂ .૨૦૦૦ / - તથા પિતળની થાળી નંગ -૧૫ કિ.રૂ .૩૦૦૦ / -મળી કુલ કિ.રૂ .૬૫,૨૦૦ -ના મુદામાલ ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય , જે અંગે વિનોદભાઇ રસીકભાઇ વાઘમશી ફરીયાદ આપતા સારકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન એ - પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૩૨૨૦૫૧૮ ૨૦૨૨ / PC ૬.૪૫૭ , ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી , થયેલ ( ૨ ) ગઇ તા .૨૦ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૧૦/૩૦ થી કલાક ૧૧/૦૦ દરમ્યાન બાબુભાઇ દડુભાઇ ધાખડા , ઉ.વ.પર , રહે.વડલી તા.રાજુલા જિ.અમરેલી વાળાના હવાલાની મોટર સાયકલ રજીસ્ટર નં . GJ - 14 - AF - 0842 કિ.રૂ.૧૫,૦૦૦-૪ ની રાજુલા , વાવેરા રોડ ઉપર પાર્ક કરેલ હોય તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય , જે અંગે બાબુભાઇ દડુભાઇ ધાખડા ફરીયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશન એ - પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૦૮૬૧/૨૦૨૨ IPC ૬.૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી ગુનાઓ ડીટેક્ટ અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . કરવા અને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૩૦ / ૦૯ / ૨૦૨૨ નાં રોજ મળેલ બાતમી હકિકત આધારે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રહેતા ઇસમને ઉપરોકત ચોરીઓમાં ગયેલ મોટર સાયકલ તથા ચોરીમાં ગયેલ ગેસના બાટલા તથા ગેસ ના ચુલા સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપી હારૂનશા જમાલશા કનોજીયા , ઉ.વ .૨૭ , રહે . મુળ વિજપડી , ધાર પાછળ તા.સાવરકુંડલા જિ.અમરેલી , હાલ રહે . બગોયા , આંબરડી રોડ , પ્રાથમિક શાળાની સામે , તા.સાવરકુંડલા જિ અમરેલી , પકડાયેલ મુદામાલ એક હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ GJ - 14 - AF - 0842 કિ.રૂ .૧૫,૦૦૦ / - તથા એક રાધણગેસનો બાટલો કિ.રૂ .૧૦૦૦ / - તથા એક રાધણગેસનો ચુલો કિ.રૂ .૫૦૦ / - મળી કુલ કિં.રૂ .૧૬,૫૦૦ / - નો મુદ્દામાલ .પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી હાફનશા જમાલશા કનોજીયા રહે.વિજપડી , તા.સાવરકુંડલા વાળો અમરેલી જિલ્લાનો લીસ્ટેડ હિસ્ટ્રીશીટર છે . તેના વિરૂધ્ધ ચોરીઓના નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૩૭ / ૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ . ( ૨ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૪૧ / ૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૩૭૯ , ૪૪૭ મુજબ ( ૩ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૦૬ / ૨૦૧૫ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ , ( ૪ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૨ / ૨૦૧૫ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ , ( ૫ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૨૭ / ૨૦૧૫ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ ૩૮૦ , ૧૧૪ મુજબ ( ૬ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૨૯ / ૨૦૧૫ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૩ , ૩૮૦ મુજબ , ( ૭ ) રાજુલા પો.સ્ટે . એ . પાર્ટ ગુ , ર.નં . ૧૧૧૯૩૦૫૦૨૧૦૯૪૬૮૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

 રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.