ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં સિમેન્ટના પતરા ભરીને એક ટ્રેક્ટર ભીલડીથી ડીસા તરફ આવી રહ્યું હતું અને માલગઢના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતને પગલે આજુબાજુના વાહચાલકો તેમજ લોકો દોડી આવી લોહીલુહાણ હાલતમાં કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી રાહત કામગીરી શરૂ કરી હતી.
જ્યારે આ બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ત્રણ લોકોની હાલત વધુ નાજુક હોવાથી તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.