27 મી સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ડે તરીકે ઓળખવામાં આવે છે. અનેક લોકો અગાઉથી જ બારે ફરવા જવાના આયોજન કરતા હોય છે.


                 શાળાઓમાં પણ અનેક પ્રવાસો થતા રહેતા હોય છે અને આ પ્રવાસો વિદ્યાર્થીઓના જીવનના યાદગાર પ્રવાસો હોય છે . વિદ્યાર્થીઓ આ ક્ષણને ખૂબ જ આનંદથી માણતા હોય છે.
                

પોરબંદરના છાંયામાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં કે.જી અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓને પોરબંદરમાં આવેલા ઐતિહાસિક સ્થળો ભારત મંદિર અને તારા મંદિર ની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવ્યા હતા આ સ્થળોની મુલાકાત વિશ્વના અનેક લોકોએ લીધેલી છે તેવા સ્થળની મુલાકાત લઈને નાના બાળકો પણ અભિભૂત થઈ ગયા હતા અને તેઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પળને માણી હતી.


                  આ તબક્કે શાળાના ટ્રસ્ટી કમલભાઈ પાંઉ,હિતેનભાઈ પાઉં, અનિલભાઈ બાપોદરા તેમજ શાળાના આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થીઓને આ સ્થળની મુલાકાત કરવા માટે બંને સ્થળ ના સંચાલકોનો તેમજ સ્ટાફ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.