ભાદરવા સુદ 9 ને રવિવારના દિવસે ગામ મોટી આંખોલ ના રામાપીર ના મંદિરે મહાયજ્ઞ યોજાયો. 

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામ મોટી આખોલ માં આવેલ રામાપીરના મંદિરે મહાયજ્ઞ અને રામદેવપીર ને નેજા ચડાવવામાં આવ્યા.

વર્ષોની પરંપરાગત રીતે આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ આઠમના રાત્રે ભજન સત્સંગ કરવામાં આવે છે.અને ભાદરવા સુદ 9 ના દિવસે મહાયજ્ઞ કરવામાં આવે છેઅને રામદેવ પીર ને નેજા ચડાવવામાં આવે છે.અને

રામદેવપીર ના મંદિરે ગામ ના તમામ સમાજના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે 

ગામના તમામ સમાજના લોકો દ્વારા રામાપીર ના મંદિરે મહાપ્રસાદ નું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદ માં ઘઉંના લાડુ બટાકાનું શાક પુરી દાળ ભાત રાખવામાં આવે છે અને આવનારા તમામ ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે અને મહાપ્રસાદ લઈને છૂટા પડે છે.

બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા