ગરીબોના ઘરે પાણી પહોંચાડવા માટે "નલ સે જલ" યોજનામાં ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટના મહાકૌભાંડની ચર્ચાઓ.

◆ ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગરીબોના ઘરે પાણી પહોંચાડવા માટે......

◆ ગોધરાના ભેજાબાજ અકિલ પાસેથી મળી આવેલ G.I.R.A.D.ના સરકારી એજન્સી ના સિક્કાને લઈને "નલ સે જલ" યોજનામાં પણ ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટોના મહાકૌભાંડની ચર્ચાઓ.!!

ગોધરા એલ.સી.બી.શાખાના પોલીસ રીમાન્ડ ઉપર રહેલા ભેજાબાજ અકિલ અડાદરાવાલા પાસેથી જપ્ત કરવામાં આવેલા બે લેપટોપો માંથી સરકાર માન્ય "ગેરી" કચેરીઓના નામોના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો આપવાના ચોંકાવનારા ષડયંત્રમાં દસ્તાવેજી પુરાવાઓ શોધવાની કવાયત ચાલી રહી છે ત્યારે માસ્ટર માઈન્ડ અકિલ અડાદરાવાલા પાસેથી વિવિધ સરકારી કચેરીઓના ઝડપાયેલા અનઅધિકૃત સિક્કાઓમાં એક જી.આઈ.આર.ડી.એ.નો સિક્કો પણ સામેલ છે.આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા ગુજરાત સરકારની મહત્વકાંક્ષી "નલ સે જલ" યોજનાની કામગીરીઓની ગુણવત્તાઓ અને સ્થળ ચકાસણીઓ સાથે ટેસ્ટીંગ રીપોર્ટ આપે તો જ આ યોજનાના નાણાંકીય ચૂકવણાઓ કરવામાં આવે આ "નલ સે જલ" યોજનાની કામગીરીઓમાં પણ ભેજાબાજ અકિલ અડાદરાવાલા ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો આપતો હોવાની હક્કીતો ખુદ તેની પાસેથી ઝડપાયેલા સિક્કાઓમાં જી.આઈ.આર.ડી.એ.નો સિક્કો સામેલ હોવાની સાક્ષીઓ પુરી રહયો છે.કહેવાય છે કે ગુજરાતમાં "નલ સે જલ" યોજનાની કામગીરીઓની સમીક્ષા કરતી સરકારી એજન્સી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એજન્સી (જી.આઈ.આર.ડી.એ.) ગાંધીનગર ખાતે કાર્યરત છે અને આ એજન્સીના ટેસ્ટીંગ રીપોર્ટના આધારે કરોડો રૂપિયાના ચૂકવણાઓમાં જો અકિલ અડાદરાવાલા આ એજન્સીના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરીને આપ્યા હોય તો આ વધુ એક રાજ્યવ્યાપી મહાકૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા "નલ સે જલ" યોજના પાણી પુરવઠા વિભાગના તાબા હેઠળ કાર્યરત છે અને દરેક ગામડાઓમાં ગરીબોના ઘરો સુધી પાણી પહોંચતું કરવાની કામગીરીઓ પૂર્ણ કરવાના ધમધમાટો ચાલી રહયા છે. ગુજરાતમાં "નલ સે જલ" યોજના ની ચાલી રહેલ આ કામગીરીઓની સમીક્ષાઓ અને ગુણવત્તાઓની ચકાસણીઓ સંદર્ભમાં ગાંધીનગર સ્થિત જી.આઈ.આર.ડી.એ. એજન્સી દ્વારા ટેસ્ટીંગ રીપોર્ટ આપે તો જ ૮૦ ટકા નાણાંકીય રકમ ચુકવણી કરવાના રાજ્ય સરકારના સખ્ત આદેશોને ખોખલા કરવા માટે ભેજાબાજ અકિલ ''નલ સે જલ" યોજનામાં પણ ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો બનાવ્યા હોવાની આ આશંકાઓ જો સત્ય હોય તો રાજ્યવ્યાપી કરોડો રૂપિયાનું મહાકૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે.!!