હવે ગ્રાહકો માટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા નક્કી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકો એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. કોઈપણ ગ્રાહકને વર્ષમાં 15થી વધુ સિલિન્ડર આપવામાં આવશે નહીં. આ સિવાય ગ્રાહકો એક મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. ગ્રાહકોને 2થી વધુ સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર મેળવવા માટે મહિના કે વર્ષ માટે કોઈ ક્વોટા નક્કી કરવામાં આવ્યો ન હતો. નવા નિયમ મુજબ હવે એક વર્ષમાં 12 સબ્સિડી વાળા સિલિન્ડર મળશે. જો તમે આનાથી વધુ સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસિડી મળશે નહીં. બાકીના સિલિન્ડર ગ્રાહકોએ સબસિડી વિના ખરીદવા પડશે.

ખાસ વાત એ છે કે આ નવા નિયમો એટલા માટે લાગુ કરવામાં આવ્યા છે કારણ કે લાંબા સમયથી એવી ફરિયાદ હતી કે ઘરેલુ નોન-સબસિડીવાળા રિફિલ કોમર્શિયલ કરતા સસ્તું હોવાને કારણે ત્યાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સિલિન્ડર પર રેશનિંગ કરવામાં આવ્યું છે.