ટ્રેકીંગ, પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ -
રેપલીંગ, રોપ નોટ, કોઈલ તથા રોક ફોરમેશન,
ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે,
માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટની
તાલીમ મેળવી ગુજરાત રાજ્યના યુવક – યુવતીઓને સાહસિક
પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં
પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ
કેન્દ્ર જૂનાગઢ દ્વારા ખડક ચઢાણ બેઝિક કોર્સ
( 14 થી 45 વર્ષ માટે ) તથા એડવેન્ચર કોર્સ
( 8 થી 13 વર્ષ માટે ) નું આયોજન કરવામાં
આવે છે. તેમજ ગુજરાતના કોઈપણ દુર્ગમ
પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર
વર્ષે 10 દિવસ માટે ભ્રમણ ( ટ્રેકીંગ) કાર્યક્રમનું
આયોજન કરવામાં આવે છે.કમિશનર યુવક સેવા
અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ
કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક
કોર્સ તારીખ 13 સપ્ટેમ્બર 2022 થી 22
સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજવામાં આવેલ
હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલ 42 યુવક
યુવતીઓ તથા સંત ગુરૂ ઘાસીદાસ સરકારી
મહાવિદ્યાલય, કુરૂદ, છત્તિસગઢ ના કુલ 21
યુવક યુવતીઓ તથા રાજકોટ, જૂનાગઢ,
ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના 11
સહિત કુલ 74 યુવક યુવતીઓએ ખડક ચઢાણ
બેઝિક કોર્સ ( 14 થી 45 વર્ષ )માં ભાગ
લઈ ટ્રેકીંગ, પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ -
રેપલીંગ, રોપ નોટ, કોઈલ તથા રોક ફોરમેશન,
ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે,
માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ
સંરક્ષણ જાગૃતતા, સફાઈ અભીયાનની વિવિધ
તાલીમ કોર્સ ઈન્ચાર્જ કે.પી.રાજપુત તથા માનદ
ઈન્સ્ટ્રક્ટરો પ્રદીપ કુમાર રાજસ્થાન, વિવેક ડાભી
જસદણ, શંભુ વાઘેલા ભાવનગર, જાગૃતિ
ચાવડા ભાવનગર, ગામીત નારાયણી અમદાવાદ,
ઉમંગ વેકરીયા સુરત દ્વારા આપવામાં આવેલ
હતી. શિબિરની શરૂઆત હારૂન વિહળ આચાર્ય
વાલીએ સોરઠ હાઈ. જૂનાગઢના હસ્તે કરવામાં
આવેલ હતી. તેઓને પોતાના પૂર્વ શિબિરના
અનુભવો તથા પર્વતારોહણ તાલીમમાં જોડાવાનો
લાભ ઉઠાવવા સૌ શિબિરાર્થીઓને પ્રોત્સાહિત
કર્યા હતા. ભારતભરમાંથી યુવાનો ભાગ લેતા
હોય ત્યારે ભાવી યુવા પેઢી તૈયાર થાય તે માટે
સૌને મે નહી પર હમ ના ઉદ્દેશ સાથે એકબીજા
જોડાઈ ને તાલીમ લેવા અપીલ કરેલ હતી.
શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને
પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ
જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ જલ્પાબેન
ક્યાડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ
એન.ડી.વાળા તથા ચીફ ઈન્સ્ટ્રક્ટર આર્મડ
કોલેજ અહમદનગર વજસી વારોતરીયા તથા
ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત
રહી પ્રોત્સાહન પુરુ પાડેલ હતું.
આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી
મહેમાનો તથા માનદ્ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત
કર્યા હતા. ઉપેન્દ્રસિંહ રાઠોડ એ શાબ્દિક સ્વાગત કર્યા હતા. ઉપેન્દ્રસિંહ રાઠોડ એ શાબ્દિક સ્વાગત
કરી શિબિર વિશેની માહિતી આપી હતી. ચીફ
ઈન્સ્ટ્રક્ટર વજસી વારોતરીયા એ નાની નાની
સારી ટેવો થી પણ મોટુ લક્ષ્ય પ્રાપ્ત થાય તે અંગે
તથા મોબાઈલ કરતા પુસ્તકનું મહત્વ જીવનમાં
અગત્યનું છે તે અંગે સમજ તાલીમાર્થીઓને
આપી હતી.
સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી પ્રિયા
મયાત્રા, દુશ્ચંત કામ્બરીયા દ્વારા કરવામાં
આવેલ . સમગ્ર શિબિર દરમિયાનના પોતાના
અનુભવો યામીની દેશમુખ, પ્રકાશ દેશમુખ,
કિશનસિંહ જાડેજા, અજયસિંહ ચુડાસમા
દ્વારા રજૂ કરવામાં આવેલ હતા. જેમાં
તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો, તાલીમ
દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત,
સાહસ, આત્મવિશ્વાસ, ટીમ વર્ક, જીવન
ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે અને ગમે
તેવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ કેવી રીતે જીવન
જીવવું તે શિખવા મળ્યું હતું તેવું જણાવેલ હતું.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ