ડુંગરની  જૈન મહેતા સ્કૂલમાં ડુંગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા e.fir અને સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડી.વાય.એસપી ગોહિલ સાહેબ હતા અમરેલી થી પધારેલા ડીવાયએસપી સાહેબ દ્વારા પ્રોજેક્ટના માધ્યમથી e.fir અને p.p.t અને સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડીવાય એસપી  ગોહિલ સાહેબ દ્વારા સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં માહિતી આપવામાં આવી હતી આભાર વિધિ ડુંગરના પીએસઆઇ  ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ અંતે બંને ગોહિલ સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુકલ ભાઈ તથા આજુબાજુ ગામના સરપંચો પત્રકાર મિત્રો.  અને ગામના આગેવાનો જાનીભાઈ ગાહા. મુસાભાઇ ગાહા. સિનિયર સિટીઝનો આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં હાઈસ્કૂલના આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા મહેનત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રવીણભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો