હળવદ-સૂર્યનગર ગામનું નવું હનુમાનજી મંદિર બંધાવવા હેતુ સર બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રીજા નોરતે સમગ્ર ગામની 5 થી 20ની બાળાઓને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટેની સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેસ્ટ પાંચ ખૈલયાઓને પસંદ કરવામાં આવી હતી.જેમાં ધારા નરેન્દ્રભાઈ સોનગ્રા,ઋત્વિક્ષા નરેન્દ્રભાઈ રંગાડીયા,ક્રિશા ભાવેશભાઈ રંગાડીયા,દીક્ષિતા કિશોરભાઈ પરમાર તથા હરિતા હસમુખભાઈ લકુમ ને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર ગામ ત્રીજા દિવસે માં ના નવલા નોરતામાં ગરબે રમવા જોડાયું હતું.અંતે સૌને માતાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.  રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ