ગોધરા ઈકબાલ હાઈસ્કૂલમાં યોજાયેલા મનોવિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ૨૪ મોડલ્સ અને પ્રોજેકટ રજૂ કર્યા.!!

◆ ગોધરા ઈકબાલ હાઈસ્કૂલમાં સૌ પ્રથમ વખત યોજાયેલા મનોવિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ૨૪ જેટલા મોડલ્સ અને પ્રોજેકટ રજૂ કર્યા.!!

ગોધરાની ઈકબાલ યુનિયન હાઇસ્કુલમાં જિલ્લામાં પ્રથમવાર મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષક નિરીક્ષક વિવિધ શાળાઓ તેમજ વડોદરા થી જે તે વિષયના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. મનોવિજ્ઞાન મેળામાં ૨૪ જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.જેમાં ગોધરાની અલગ અલગ શાળાઓના ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગોધરાની ઈકબાલ યુનિયન હાઇસ્કુલ ખાતે જિલ્લાના પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક જે.કે. પરમાર તેમજ વિવિધ શાળાઓના આચાર્ય હાજર રહ્યા હતા વડોદરા ખાતેથી એમ.ઈ.એસ.હાઇસ્કુલના મનોવિજ્ઞાન વિષયના શિક્ષિકા તેમજ ગર્લ્સ હાઇસ્કૂલના મનોવિજ્ઞાન વિષયના શિક્ષક મનોજ પટેલ અને હાજી જી.યુ.હાઇસ્કુલ લુણાવાડાના આચાર્ય તેમજ મનોવિજ્ઞાન વિષયના શિક્ષક બુરહાન શેખ નિષ્ણાત તરીકેની સુંદર ભૂમિકા ભજવી હતી આ મનોવિજ્ઞાન મેળામાં ૨૪ જેટલા મોડેલ્સ અને પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં લગભગ ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને અંતે ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ સુજઆત વલી અને શાળા પરિવાર તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.