નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે માતાજીની આરાધના સાથે રાત્રિ દરમિયાન ગરબા ગાવામાં આવ્યા છે. ત્યારેસુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળો ઉપર નવરાત્રી નિમિત્તે ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાચીન ગરબાથી જાણીતો જિલ્લો હોય તો તે સુરેન્દ્રનગર જિલ્લો છે. ત્યારે હજુ પણ શેરી ગલીઓમાં પ્રાચીન ગરબાનો ક્રેઝ સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર નવરાત્રીના ગરબાઓનું આયોજન થયું છે. જેમાં પાર્ટી પ્લોટોમાં પણ ચાલુ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા જવાહર ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ અને ડેકોરેશન સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ સ્ટાફના પરિવારજનો તેમ જ બહારથી આવનારી મહિલાઓને એન્ટ્રી આપવામાં આવી છે. અને ખેલૈયાઓ મન મૂકીને પ્રથમ માતાજીના નોરતે ઝુમ્યા છે અને ગરબે રમ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ભાગ સ્વરૂપે શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારમાં થતી ગરબીઓમાં પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો પણ જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.