ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા. ૨૯/૦૯/૨૦૨૨ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર શ્રી બી.જે. પટેલે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે. જેમાં ઘોઘા સર્કલ-મેઘાણી સર્કલ-રબ્બર ફેક્ટરી સર્કલ-રાધા મંદિર-પ્લોટ ગેટ પોલીસ ચોકી-આતાભાઈ ચોક-રૂપાણી સર્કલ-ઘોઘા સર્કલ-રીલાયન્સ મોલ (આતાભાઈ રોડ)થી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા સુધી-રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો. તેમજ મહિલા સર્કલ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા સંપૂર્ણ બંધ. તેમજ આતાભાઈ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધીના રસ્તા. તેમજ પ્લોટ ગેટ પોલીસ ચોકી-પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા બંધ રહેશે. આ તમામ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટનું આયોજન કરાયું છે. જેમાં મોખડાજી સર્કલ-ટી.વી. કેન્દ્ર રોડ-લાલ બહાદુર શાત્રી સર્કલ-તિલકનગર-દિપક ચોક-શિશુવિહાર-ક્રેસંટ સર્કલ-હલુરીયા ચોક-નવાપરા ચોક-ભીડભંજન ચોક-કાળાનાળા સર્કલ-કાળુભા રોડ-ચિતરંજન ચોક-ડાયાભાઈ ચોક-જ્વેલ્સ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી-રામમંત્ર મંદિર-દુખીશ્યામ બાપા સર્કલ-લાલા બાપા ચોક-સરદારનગર-શિવાજી સર્કલ-સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.