ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા જે બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતા બાળકોને મૂકીને બીજે પુનઃલગ્ન કરે તો તે બાળકોના રક્ષણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જીવન જરૂરિયાત પુરી પાડવા માટે આ યોજના અંતર્ગત અનાથ બાળકોનો ઉછેર કરતા બાળકના પાલક માતાપિતાને સરકારશ્રી દ્વારા દર માસે રૂા.૩૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી છે.
બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાયબાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાય બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાય

