ગિરનારના 5,000 પગથિયે બિરાજમાન માં

અંબાના દર્શન કરી શકે તે માટે

હાલ નવરાત્રિ પર્વની શરૂઆત થઇ ગઇ છે

ત્યારે માં અંબાના દર્શન કરી શકે તે માટે વૃદ્ધો,

અશક્તો અને બાળકોને રોપ-વેના ફ્રિ પાસ

આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે જૂનાગઢના

ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ રાજ્યના

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, માં આધ્યશક્તિની 51

શક્તિપીઠ પૈકીની 1 શક્તિપીઠ ગિરનાર પર્વત

પરના 5,000 પગથિયા પર આવેલી છે. અહિં

માંના ઉદરનો ભાગ પડ્યો હોય આ જગ્યા

ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. દરરોજ મોટી

સંખ્યામાં ભાવિકો માં અંબાના દર્શન કરવા આવે

છે.હાલ નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હોય અસંખ્ય

શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. જોકે,

તેમાં ખાસ કરીને વૃદ્ધો, અશક્તો તેમજ બાળકો

સીડી દ્વારા આટલું કપરૂં ચઢાણ ચડી શકતા

નથી પરિણામે નવરાત્રિના દિવસોમાં પણ માંના

દર્શન કરવાથી વંચિત રહી જાય છે. હાલ

રોપ-વે શરૂ કરાયો છે પરંતુ તેમની ટિકીટનો ભાવ

સામાન્ય લોકોને પરવડે તેવો નથી. ત્યારે કમસે

કમ નવરાત્રિના પર્વ દરમિયાન વૃદ્ધો, અશક્તો

તેમજ બાળકો માં અંબાના દર્શન કરી શકે તે

માટે રોપ-વેના ફ્રિ પાસ આપવા રજૂઆત છે.

આ અંગે આપની કક્ષાએથી સત્વરે યોગ્ય કરવા

રજૂઆત છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ