વિશ્વસનીય સુત્રો પાસેથી બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકા અને વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હાલોલ તાલુકાના કોપરેજ ગામ નજીક બે વિદ્યાર્થીઓ કે જે વાઘોડિયા ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા હતા તેઓ હાથ પગ ધોવા માટે કેનાલની પાળ પાસે ઉતર્યા હતા તે દરમ્યાન કોઈ કારણસર અચાનક બન્ને વિદ્યાર્થીઓના પગ લપસતાં બન્ને કેનાલમાં ખાબક્યા હતા અને ડૂબવા લાગ્યા જેમાં બૂમાબૂમ થતા આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બનાવ અંગે હાલોલ ફાયર ફાઇટર ટીમ તેમજ હાલોલ ગ્રામ્ય પોલીસને જાણ કરતા હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તેમજ હાલોલ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલોલ ફાયર ફાઈટરની ટીમના લાશ્કરોએ નર્મદાની માઇનોર કેનાલમાં બોટ મારફતે ઊતરી બન્ને વિદ્યાર્થીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી હોવાની માહિતી મળવા પામી છે જ્યારે બન્ને વિદ્યાર્થીઓ હાલોલ તાલુકાના કંસારાવાવ ગામના હોવાનું અને વાઘોડિયા ખાતે આઇ.ટી.આઇ. કરતા હોવાની માહિતી મળવા પામી છે જેને લઇને કંસારાવાવ ગામે ભારે ગમગીનીનો માહોલ છવાયો છે જ્યારે ઘટનાને પગલે હાલોલ વાઘોડિયા બોર્ડર પર આવેલ નર્મદાની માઈનોર કેનાલમાં હાલોલ નગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમના કર્મચારીઓએ બન્ને વિદ્યાર્થીઓને શોધવાની કવાયત હાલમાં તેજ કરી હોવાનું અને વડોદરાની એનડીઆરએફની ટીમને પણ શોધખોળ માટે મદદ માટે બોલાઈ હોવાની માહિતી મળવા પામી છે.
હાલોલ તાલુકાના કોપરેજ ગામ પાસે આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં હાથ પગ ધોવા ઉતરેલ ITI ના 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા,ફાયર ફાઇટરની ટીમે શોધખોળ હાથ ધરી.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/09/nerity_5f4d7291fb95283ee5c178e175c986bf.jpg)