22 વર્ષ બાદ કોઈ મહિલાને આ સન્માન મળ્યું, 69 વર્ષની કરિયરમાં 95થી વધુ ફિલ્મ કરી

બોલિવૂડના લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવોર્ડ છે. આ એવોર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે.


79 વર્ષીય આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ અવોર્ડ દરમિયાન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. છેલ્લે 2019માં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.