ગીરના સિંહ આશરે 80 કિલોમીટર જેટલું અંતર કાપી જેતપુર સીમ વિસ્તારમાં પહોચ્યાં, સિંહને નિહાળવા લોકોમાં ભારે ઉત્સાહ

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

ગોંડલ પંથકમાં આવેલા સિંહ જેતપુર સિમ વિસ્તારમાં પહોચ્યાં છે, ગત રાત્રીના હડમળિયાની સિમમાં સિંહ દેખાયો હતો. બપોર બાદ સિંહ ઉમરાળીની સિમ વિસ્તારમાં આવેલ પ્રવીણભાઈ બેચરભાઈ છાસિયાની વાડીમાં ઉભા કપાસમાં સિંહ જોવા મળ્યો હતો. સિંહને જોવા માટે આસપાસના ગામોના લોકો પહોચ્યાં હતાં સાથે ફોરેસ્ટ વિભાગને જામ થતા ઘટના સ્થળ પર પહોચ્યું હતું.

લોકોને સ્થળ પરથી દુર કરવામાં આવ્યાં

ત્રણ દિવસથી ગિરનાર વિસ્તારના સિંહ ગોંડલ પંથકમાં આવી પહોચ્યા છે. એક સિંહણ અને 2 બચ્ચા 3 દિવસ પહેલા સુલતાનપુરની સિમમાં દેખાયા હતાં. જ્યારે ફરી આજે બપોર બાદ ઉમરાળીની સિમમાં સિંહ દેખાયો હતો. ઉભા કપાસમાં સિંહ જોવા મળતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને સ્થળ પરથી દુર કરવામાં આવ્યાં હતાં.