ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પીઆઈ જે.એસ.ઝાંબરેની સુચનાથી પીએસઆઈ બી.કે.મારૂડા તથા નરેશભાઈ ભજીયાને મળેલી ચોક્ક્સ બાતમી હકીકત આધારે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમા હાઇવે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા ફરતા ફરતા ધૂમઠ ચોકડીથી દુદાપુર ગામ બાજુ આવતા હાઈવે રોડ ઉપર એક શંકાસ્પદ ઈકો ગાડી નીકળી હતી.જેને ઉભી રખાવવા ઇશારો કરતા ઈકો ગાડી ઉભી રાખેલી નહી. આથી ગાડી પાછળ કરતા આરોપી ગાડી થોડે દુર ધ્રુમઠ-દુદાપુર ગામ વચ્ચે આવેલા ધ્રાંગધ્રા તરફના પુલના છેડા નીચે આરોપી ઈકો ગાડી નંબર GJ-01-RX-4206ના ચાલક કારને શોર્ટ બ્રેક મારી ઝડપથી નીચે ઉતરી સાઈડમા મુકીને આરોપી ફરાર થતા ગાડી ચેક કરવામાં આવી હતી.જેમાં ગાડી અંદર ભરેલા પરપ્રાતિય અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની પેટીઓ હોવાનુ જણાઇ આવતા આ કામના આરોપી ઈકો ગાડીના ચાલકે પોતાના કબ્જા ભોગવટાવાળી સફેદ કલરની ઈકો ગાડી અને ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત કુલ કિ.રૂ.3,20,068નો મુદ્દામાલ રાખી જતો રહેલો હોઇ તેઓના વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.