સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનીટીમદ્વારા સુરતમાં ઈંગ્લીશ દારૂનોજથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરનાર ઇસમની ધરપકડ કરી.

મ્હે.પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર નાઓએ આગામી તહેવાર તથા વિધાનસભાની ચુંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ઇંગ્લીશ દારૂ ચોરી છુપીથી લાવી સુરતમાં ઘુસાડી વેચાણ કરવાની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા માટે આપેલ સખ્ત સુચના અનુસાર અધિક પોલીસ કમિશ્નર શ્રી શરદ સિંધલ સા. ટ્રાફિક એન્ડ ક્રાઈમ , નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદિપસિંહ નકુમ સા. એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી આર.એસ.સુવેરા તથા પો.સ.ઈ. શ્રી વી.સી.જાડેજા નાઓએ સુરત શહેરમાં પ્રોહીબિશનની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી. તથા પી.સી.બી. ના માણસોની અલગ અલગ ટીમ બનાવી દારૂની હેરાફેરી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.