સુરત મહાનગરપાલિકામાં સેનેટની ચૂંટણી પૂર્ણ, ભાજપના ઉમેદવારને 93 અને આપના ઉમેદવારને 19 મત મળ્યા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય માટે મહાનગરપાલિકાના એક સભ્યની ચૂંટણી કરવાની હોય છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સેનેટનો ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સુરત મહાનગરપાલિકાના સેનેટ સભ્ય તરીકે હિમાંશુ રાવલજીની પસંદગી કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટી તરફથી ધર્મેશ વાવલિયા ઉમેદવાર હતા. કોર્પોરેટરો પૈકી 114 જેટલા કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. સેનેટ સભ્યો માટેની ચૂંટણી બપોર બાદ યોજવામાં આવી હતી.