સસ્તા અનાજની દુકાનદારોના સંચાલકોના પડતર પ્રશ્નો ને લઇ ને રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા અપાયેલા આવેદનપત્રના સમર્થન માં વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા પડતર મામલતદાર ને આવેદનપત્ર અપાયું. ૨ ઓક્ટોબર ગાંધીજયંતી દિવસે વિતરણ વ્યવસ્થા થી દુર રહેશે. વડગામ, ગુજરાત રાજ્ય ના બંને એશોસીએશન દ્વારા રાજ્ય ની સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ને લઇ ને સરકાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેના અનુસંધાને વડગામ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. સસ્તા અનાજની દુકાનદારોની માંગણીઓને લઇને ગુજરાત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નો ની માંગણીઓ લઇને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એશોસીએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ કેરોસીન એશોસીએશન દ્વારા દુકાનદારોની પડતર માંગણીઓ ની સરકાર સમક્ષ રજૂઆત કરતાં યોગ્ય ઉકેલ ન આવતા બંને એશોસીએશન દ્વારા તા.૧૯/૯/૨૦૨૨ થી ૨૦/૯/૨૦૨૨ સુધી આવેદનપત્ર સરકાર શ્રી ને આપવા માં આવેલ છે.જો દુકાનદારોની માંગણીઓને સંતોષવા માં નહીં આવેતો બંને એશોસીએશન દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટને વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન દ્વારા "સમર્થન" કરવા માં આપવામાં આવે છે તેવી ચિમકી સાથે વડગામ ફેર પ્રાઇઝ શોપ એશોસીએશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી બાબુલાલ જગાણીયા, નાનજીભાઇ ભાટીયા,પ્રદિપ કટારીયા સહીત તાલુકા ભરના દુકાનદારો ઉપસ્થિત રહીને બંને એશોસીએશન ના સમર્થનમાં વડગામ મામલતદાર હરેશભાઇ અમીન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं