જૂનાગઢમાં ગ્રોફેડ પાસેની કરૂણાંતિકા 3 અને
4 વર્ષનાં ભાઇ-બહેન રમતાં રમતાં મોતને
ભેટ્યા
જૂનાગઢ શહેરની ભાગોળે ગ્રોફેડ વિસ્તારમાં
આવેલા એક કુવા પાસે 3 અને 4 વર્ષનાં ભાઇ
બહેન રમતાં રમતાં કુવામાં પડી ગયા હતા.
પાસેજ રહેલી માતાને ખબર પડતાં તે બંનેને
બચાવવા કુવામાં ઝંપલાવ્યું હતું. પણ તેને
બચાવી શકી નહોતી. અને બંનેના મોત નીપજ્યા
હતા. જોકે, પાસેથી જ નીરણ ભરીને નીકળેલા
ઉંટગાડીવાળાએ પણ ત્રણેયને બચાવવા કુવામાં
ઠેકડો મારી માતા અને બંને સંતાનોને બહાર
કાઢ્યા હતા. જેમાં માતા બચી ગઇ હતી. પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, જૂનાગઢના
ગાંધીગ્રામ સંજય નગરમાં કુંવર તળાવ પાસે
રહેતા કલાભાઇ સીદીભાઇ રાડાનો પુત્ર અભય
(ઉ. 4) અને પુત્રી રાધીકા (ઉ. 3) ગઇકાલ તા.
23 ના રોજ સવારે 11:30 વાગ્યાના અરસામાં
ઘર પાસે આવેલા સરકારી કુવા નજીક રમતા
હતા. એ વખતે તેઓ કુવામાં પડી જતાં તેમની
માતા કવિબેને જોઇ લીધા હતા. આથી બંનેને
બચાવવા તેમણે પણ કુવામાં ઝંપલાવ્યું હતું.
એજ વખતે દેવાભાઇ નામની વ્યક્તિ ત્યાંથી
ઉંટગાડીમાં નીરણ ભરીને પસાર થતા હતા.
તેમણે માતાને કુવામાં પડતું મૂકતાં જોઇ લેતાં
તેઓએ પણ કુવામાં ઠેકડો માર્યો હતો. અને
કવિબેન, અભય અને રાધીકાને બહાર કાઢ્યા
હતા. જોકે, અભય અને રાધીકાનાં ડૂબી જવાને
લીધે ઘટનાસ્થળેજ મોત નીપજ્યા હતા. જ્યારે
કવીબેનને સલામત બહાર કાઢવામાં સફળતા
મળી હતી. બનાવ બાદ બંને બાળકોને સીવીલ
હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેઓને મૃત
જાહેર કરાયા હતા. મૃતકનાં પિતાને જામીન અપાયા
અભય અને રાધીકાના પિતા કલાભાઇ
પ્રોહીબીશનના ગુના હેઠળ જ્યુડીશીયલ કસ્ટડીમાં
જેલ હવાલે હતા. પણ બંને સંતાનોના મોતની
ખબર પડતાં તેમણે જામીન અરજી કરતાં તેમને
મુક્ત કરાયા હતા.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ