સિહોર શહેર તાલુકા કોંગ્રેસ દ્રારા ગ્રામ્ય અને પાલીતાણા વિઘાનસભા વિસ્તારમાં ઘેર ઘેર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું, અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે.'મારું બુધ મારુ ગૌરવ' તેમજ મોંઘવારી અને ભાજપની પ્રજા વિરોધી નીતિ અંગેની પત્રિકાઓ તૈયાર કરવામાં આવી હતી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પોતાની સક્રિયતા દાખવવી શરૂ કરી છે, કોંગ્રસ કાર્યાલય ખાતથી તમામ વિધાનસભા વિસ્તારોમાં રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કામગીરી શરૂ કરાય છે અને સવારથી જ કોગ્રેસના કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જાહેરાતો કરી રહ્યા છે. એ જાહેરાતોને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા નાનામાં નાના વ્યક્તિ સુધી કોંગ્રસ પક્ષના વચનોને પહાંચાડવાનો લક્ષ્ય સાથે પત્રિકા વિતરણ શરૂ કરાય છે. શાકભાજી વિક્રેતા હોય અનાજ કરિયાણાની દુકાનદાર હોય કે અન્ય કોઈ નાના મોટા ધંધા કરતા બજારના વેપારીઓ હોય તેમ જ રહેણાંક વિસ્તારમાં પણ પત્રિકા વિતરણ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં સામાન્ચ પ્રજા સુધી કોઈ લાભ પહોંચ્યો નથી. માત્ર માર્કેટિંગ કરીને સૌથી આગળ રહીને આ પાર્ટએ વિજય મેળવ્યો છે. પરંતુ અમે સત્યની સાથે છે. હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ખૂબ મોટું જૂઠાણું ચલાવ્યું છે. ગામડાઓમાં ખેડૂતોના અનેક પ્રશ્નો હોય, માલધારીઆના પ્રશ્નો હોય સરકાર હંમેશા નિષ્ક્રિય રહી છે.