ભવાની મંદિર ખાતે પૂજ્ય મોરારી બાપુની 904મી રામકથા નો બીજો દિવસ 

મહુવા ના ભવાની મંદિર ખાતે માનસ માતુ ભવાની કથાનો શુભારંભ ચીમનભાઈ વાઘેલા ના યજમાન પદે રામકથા કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત ના મંત્રી આર સી મકવાણા, રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર, લોક સાહિત્યકાર માયા ભાઈ આહીર, કનુભાઈ કળસરિયા, દ્વારકા મંદીર ના પુજારી ચિત્રાંગભાઇ ઉપસ્થિ રહ્યાં હતા.આ પ્રસંગે કતપર,ભવાની, લાઇટહાઉસ સહિત સમગ્ર મહુવા પંથક ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું તથા આજે પણ ભવાની આજુબાજુ તથા મહુવા ના હજારો ભાવિકો પૂજ્ય મોરારીબાપુ ના મુખે રામકથા સાંભળવા આવી પહોંચ્યા હતા જેમાં બાપુ ના પરિવારના સભ્યો તથા યજમાન ચીમનભાઈ વાઘેલા ના પરિવારના સભ્યો તથા નાના મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર