સુરત શહેરમાં નવરાત્રી પર સુરતના આંગણે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મકમહાયજ્ઞ 108 કુંડીનું આયોજન.

સુરત: નવરાત્રિના પવન અવસર પર સુરતના આંગણે માં આદ્યશક્તિની આરાધના સાથે જ પર્યાવરણની શુદ્ધિ માટે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂ સિટીલાઈટ રોડ ખાતેના આશીર્વાદ એસ્ટેટ ખાતે હવનાત્મક મહાયજ્ઞ ની શરૂઆત 26 સપ્ટેમ્બરે થશે અને પૂર્ણાહુતિ 4 ઓક્ટોમ્બર ના રોજ થશે. આ અંગે માહિતી આપતાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત પરમ પૂજ્ય અવધૂત બાબા અરુણગિરિજી મહારાજ એ જણાવ્યું હતું કે નવરાત્રી માં આદ્યશકિત ના આરાધનાનું પર્વ છે ત્યારે જગત જનની માં અંબે ની આરાધના સાથે જ પર્યાવરણની શિદ્ધ માટે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે.