ખેડબ્રહ્મા વિધાનસભા મત ક્ષેત્રીય વિસ્તારમાં નલ સેજલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે મંત્રીને રજૂઆત કરાઈ લેખિતમાં
૨૯- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૂંટાયા બાદ એક વર્ષમાં ખેડબ્રહ્મા, વિજયનગર તથા પોશીના તાલુકાના સઘન પ્રવાસ દરમિયાન ' નલ સે જલ ' યોજનામાં ભયંકર ગોબાચારી થઈ હોવાની ગંભીર ફરીયાદો ધારાસભ્ય ને મળી હતી.જેમાં વિવિધ ગામોમાં પાઈપલાઈનનું કામ અધુરું હોવાની, પાઈપલાઈન તૂટી ગયા હોવાની, કેટલાય ગામોમાં પાઈપલાઈન નું કામ થયું ન હોવાની, નળ ની ચકલી નખાઈ ન હોવાની ફરિયાદો ની સાથે ગ્રામજનો ને પાણી મળતું ન હોવાની આજરોજ ધારાસભ્ય શ્રી એ શ્રી કુંવરજીભાઈ બાવળીયા (મંત્રીશ્રી,પાણી પુરવઠા) ને ત્રણે તાલુકાના વિવિધ ગામોના ફળિયાવાર ' નલ સે જલ 'યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે લેખિત ફરિયાદ કરી.હતી આ ફરિયાદ નો સત્વરે નિકાલ કરી તેઓના મતવિસ્તાર ના ખેડબ્રહ્મા, વિજયનગર તથા પોશીના તાલુકાના બધા ગામોમાં દરેક ફળિયાના ગ્રામજનો ને પુરેપુરુ પીવાનું પાણી મળે તે દિશામાં કાર્યવાહી કરવાની માંગણી કરી.હતી