શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડ્વા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચ ગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય તેમજ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા ૨૫ ( પચ્ચીસ ) વર્ષ જૂના કેસો વહેવા ચલાવવા આદેશ આપેલ હોય જેથી નામદાર એડી . ચીફ જયુ . મેજી , સાહેબ ( સી સી એલ ) અમરેલી કોર્ટ દ્રારા સને -૧૯૯૯ થી પકડ વોરંટના કામે ફરાર આરોપીને પકડવા જણાવેલ હોય જે સબબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓ દ્વારા પો.ઈન્સ . એલ.સી.બી. તથા પૌ સબ ઇન્સ , પેરોલ્ ફલો સ્કવોર્ડ અમરેલી નાઓને આરોપીને પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૪૮ / ૧૯૯૭ IPC કલમ- ૩૦૨ વિ . મુજબના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સને -૧૯૯૯ થી પકડ વોરંટના કામે ફરાર હોય અને જે હાલ પુખ્ત વયનો હોય જેને ધારી હીમખીમડી પરા વિસ્તાર માંથી તા .૨૨ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી નામદાર કોર્ટે અમરેલી સમક્ષ રજુ કરેલ . આરોપી કિશોર ઉર્ફે કીરીટ ઉર્ફે કીટો પોપટભાઇ ચૈાહાણ ઉ.વ .૪૩ રહે - અમરેલી રોકડીયા પરા તા.જી.અમરેલી હાલ-રહે. ધારી હીમખીમડીપરા તા.ધારી જી.અમરેલી.ગુન્હાની વિગત . આ કામે સને -૧૯૯૭ માં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે ખુન કરેલ હોય. અને જે તે વખતે બાળ કિશોર હોવાથી વાલી જામીન થતાં જામીન પર છૂટેલ અને ત્યાર બાદ સને ૧૯૯૯ થી સદરહું કેસમાં બાળ કિશોર નામદાર સી.સી.એલ. કોર્ટ અમરેલી સમક્ષ હાજર રહેતો ન હોય જેથી નામદાર કોર્ટ દ્વારા વારં વાર પકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય અને પકડ વોરંટ ના કામે બાળ કિશોર હાલ - પુખ્ત આરોપી ફરાર હતો . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.દિવાકર પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ રીતેના જોડાયેલ હતા . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.