માછીમાર ભાઇઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ત્વરીત નિકાલ થાય અને જૈવ વિવિધતાની જાણકારી મેળવવા સાગરયાત્રા યાત્રા-૨૦૨૨નું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામા સાગર પરીક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા દીવસે ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષતામાં અને રાજય કક્ષાના મંત્રીશ્રી,જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં માઢવાડ ખાતે કાર્યક્રમ યોજયો હતો. જેમાં મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે મત્સ્યદ્યોગની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુ હતું. તેમજ મુળ દ્વારકાના માછીમારો સાથે વિવિધ પ્રશ્નો અંગે સંવાદ કરાયો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રુપાલાએ જણાવ્યુ હતુ કે, આજે આ વિસ્તારના માછીમારોની સમસ્યા જાણીને તેમને સાભળવાનો અવસર આ સાગર યાત્રા થકી મળ્યો છે. માછીમારોનો વ્યવસાય પેઢીઓથી ચાલતો આવ્યો છે. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મત્સ્યપાલનને સ્વતંત્ર દરજ્જો આપીને તેના માટે અલગથી બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોને મળતું કેસીસી કાર્ડ સાગરખેડૂને પણ આપવાનો નિર્ણય કર્યો છે. લોન વિશેની સમજ આપીને જણાવ્યુ હતુ કે, આજે સાગર ખેડુતને ૦ ટકા વ્યાજે લોન આસાનીથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. વધુમા જણાવ્યું કહ્યુ કે, જિલ્લાનો એકપણ માછીમાર કેસીસી કાર્ડ અને બેંક માં ખાતાથી વંચીત ના રહે અને માછીમારો જે પાકિસ્તાન જેલમાં બંધ તેને છોડાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વધુમા કહ્યુ હતુ કે, સમુદ્રનુ નજીકના કિનારાથી માછલી મળી રહે અને દુર જાવુ ના પડે તે માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

 ઉપરાંત બોટ પર લગાડેલ વાવટા ઉપરથી તેની ઓળખ થાય છે રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત કરતા જણાવ્યું હતું કે, આપણા દેશના નાગરિકો આ યુદ્ધ વખતે તિરંગો લઈને નીકળતા હતા ત્યારે યુક્રેન કે રશિયાના સૈનિકો તેના પર હુમલો કરતા નહી. આ તિરંગાની સાંખ છે. તિરંગાની સાખ આપણા સૌની આબરૂ છે અને તે સ્થાપિત કરવામા વડાપ્રધાનશ્રી સફળ થયા છે. ફીશરીઝ વિભાગનો દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મોટો સિંહ ફાળો છે તેમ તેઓશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ તકે કલ્પસર, મત્સ્યોદ્યોગ(સ્વતંત્ર હવાલો), નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, માછીમાર ભાઈઓ માટે સરકારશ્રી વિવિધ યોજનાઓ અમલમા છે. તેમજ તેમના બાળકોને સારુ શિક્ષણ મળે અને વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. માછીમાર સમાજની નાની મોટી રજૂઆતો આવે છે તેને સમજીને ઉકેલ લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ વધુ જણાવતા કહ્યુ હતુ કે, સરકારશ્રી બંદરોના વિકાસ માટે સતત કાર્યરત છે.

આ તકે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાગર પરીક્રમા યાત્રા અંતર્ગત માછીમારોના પ્રશ્નો, સમસ્યાઓ અને જૈવ સંપદાનું નીરીક્ષણ કરવું એ આ યાત્રનું મુખ્ય હેતું છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ માછીમારોને સાગર ખેડુતના નામની ઓળખ આપી છે. માછીમારોના પ્રશ્નોની વાત કરતા જણાવ્યુ હતુ કે, આ વિસ્તારના માછીમારભાઈઓ પાકિસ્તાન જેલમાથી મુક્ત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, માઢવાડમાં જેટી બનશે તેનાથી રોજગાર અને દરીયા કાઠે રહેતા લોકોને રક્ષણ મળશે તે માટે સરકારે રુ. ૧૭૫ કરોડની ફાળવણી કરી છે.

આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડૉ. સી. સુવર્ણાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય જળ સંપત્તિથી સંપન્ન છે અને ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો હિસ્સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે, નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ. ૭૮૫ કરોડ મંજૂર કર્યા છે અને સૌરાષ્ટ્રના અન્ય બંદરોના વિકાસ માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મંત્રીશ્રી રૂપાલા વેરાવળથી મુળ દ્વારકા સુધી દરીયાઇ માર્ગ આવ્યા હતા . મુળ દ્વારકા જેટી ખાતે કોડીનાર તાલુકા પ્રમુખ પ્રતાપ ડોડીયા, સુભાષ ભાઈ ડોડીયા, ભગવાનભાઈ પરમાર, એસ.ડી.એમ. શ્રી જે એમ રાવલ સહીતના અગ્રણીઓ અધીકારીઓ તેમજ પદાધિકારીઓએ મંત્રીશ્રીનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ હતુ. મંત્રીશ્રીએ મુળ દ્વારકા મંદિરના દર્શન કરીને તેના ઈતિહાસની માહિતી મેળવી હતી. ત્યારબાદ દ્વારકા મંદીર હોલ ખાતે માછીમાર વ્યવસાય સાથે જોડાયેલ લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની પડતી મુશ્કેલીઓ જાણી સંબંધીત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

આ સમારોહમાં કેન્દ્ર-રાજ્ય સરકારની મત્સ્યદ્યોગ સંબંધીત વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માછીમારોને લાભોનુ વિતરણ કરવામાં આવ્યુ છે અને સાગર યાત્રા ગીત રજુ કર્યુ. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને પટેલોએ મંત્રીશ્રીઓનુ સન્માન કરાયુ હતુ. ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી ભારત સરકાર ડો. જે બાલીયને સાગર યાત્રાની રૂપરેખાથી સૈા ઉપસ્થિતોને માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે, સાગર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ મત્સ્યદ્યોગ સાથે જોડાયેલા લોકોની સમસ્યા જાણીને તેનુ સમાધાન કરવુ અને મત્સ્યદ્યોગ લગતી યોજનાઓ લોકો સુધી લઈ જવી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસીગભાઈ પરમાર, કો-ઓર્ડિનેટર સાગર પરિક્રમા અને પુર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, શ્રી વેલજીભાઇ મસાણી, ડીપાર્ટમેન્ટ ઓફ ફીશરીઝ ભારત સરકાર શ્રી ડો.એલ.શંકર, મત્સ્યદ્યોગ નિયામક શ્રી નીતીન સાંગવાન સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, અગ્રણીશ્રીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.