મહેસાણા:કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી બાઈક ચોરી ઘરફોડ ચોરી જેવી અનેક ચોરીનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર એક ફ્લેટના નીચે પાર્ક કરેલી બે સાઈકલો તસ્કરો ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ શ્રીનાથ રેસીડેન્સીમાં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જ્યાં ચોરી કરવા બે લોકો આવ્યા હતા અને બંને તસ્કરોએ મોં ઉપર બુકાની પહેરી હતી. જ્યાં ફ્લેટની નીચે પાર્ક કરેલી બે સાઈકલો તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.