ચોમાસુ 2022*****ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલીક સબંધિત કચેરી/મામલતદારને જાણ કરવી

ભુજ, મંગળવાર

ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, તા.,16 થી 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાંખાસ કરીને કચ્છ જિલ્લામાં 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ/નદી-નાળા/તળાવો ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલ છે.

લોકો ગફલતમાં રહિ, ખોટા સાહસ કરી નદી/નાળા વગેરેના પાણીમાં ન્હાવા પડવા, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવા નહી. જેથી તણાઇ જવાના તેમજ પાણીમાં ડુબી જવા વિગેરે કારણોસર માનવ મૃત્યુના બનાવો ન બને. આ ઉપરાંત આકાશી વિજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે.

આ અનુસંધાને કચ્છ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું, પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહિ તેમજ ન્હાવા પડવું નહીં, બાળકોને પણ આવા પાણીથી દુર રાખવા તથા બિન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી તથા અફવાઓથી દોરાવું નહીં. 

વધુમાં, આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “DAMINI” એપ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી, આપના વિસ્તારમાં વિજળી પડવાની શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મેળવવા અનુરોધ છે.

ભારે વરસાદ/પુર/ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલીક સબંધિત મામલતદાર કચેરી/તાલુકા પંચાયત કચેરી તથા તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૮૩૨-૨૫૨૩૪૭/૧૦૭૭ ઉપર તુરંત જાણ કરવા વહીવટી તંત્ર અને એસ. કે. વલવી, મામલતદારશ્રી, ડીઝાસ્ટર મેનેજમેન્‍ટ, કચ્છ-ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.