પ્રમુખશ્રી તાલુકા પંચાયત ખાતે પહોંચી કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી હતી. મફતગાળા ના લાભાર્થીઓની અરજીઓ કેટલી પેન્ડિંગ છે છેલ્લે ક્યારે લેન્ડ કમિટીની બેઠક મળી. કેટલા લાભાર્થીને પ્લોટ ફાળવણી કરી સનદ આપવામાં આવેલ છે તેની સમીક્ષા કરી હતી. શ્રીમતીએ મકવાણા જણાવ્યું હતું કે હજુ ઘણી અરજીઓ ગ્રામ કક્ષાએ પેન્ડિંગ હોય છે તેથી તમામ તલાટી ઓને સૂચના આપી તાત્કાલિક બાકી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી. જે ગામમાં ગામતળ ઉપલબ્ધના હોય તે ગામોની દરખાસ્ત કરવા સૂચનાઓ આપેલ હતી મનરેગા યોજનાના કામોનો રીવ્યુ લઇ તમામ લાભાર્થીઓની અરજીઓ અરજી મળે તે ક્રમમાં મંજુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખાસ સૂચના આપેલ હતી. પીએમવાય ના લાભાર્થીઓને બાકી આવાસ સત્વરે પુરા કરાવવા સૂચના આપતા લાભાર્થીઓની હપ્તા ચૂકવાનની પક્રિયા ઝડપી બનાવવા જણાવેલ હતું. દરેક ટેબલ ઉપર જઇ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વહીવટી કામમાં સરળતા માટે સૂચનો કર્યા હતા