જયારે સીઈઓ ના ખાતામાં થી 16 લાખ ઓનલાઇન ગાયબ થઇ જતા હોય તો....
કોઈપણ કોલ, કે લિંક, મોકલ્યા કે ખોલ્યા વગર 16 લાખ ઓનલાઇન ગાયબ થઇ જતા હોય તો....
હૈદરાબાદની એક મોટી કંપનીના CEO ના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઇ ગઈ . સીઈઓ ને ચિંતા કરી મુક્યા 16 લાખ ગયા તો ગયા ક્યાં? અને કેવી રીતે ગયા? કેમ કે ત્યાં કોઈ OTP, કોઈ કૉલ, કોઈ ઑનલાઇન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી. સીઈઓ પોતે ખૂબ જ ટેક ફ્રેન્ડલી છે, પરંતુ આટલી રકમની ચોરી કેવી રીતે થઈ તે જાણવાનો કોઈ રસ્તો નહોતો. સાયબર ક્રાઈમના ચુનંદા અધિકારીઓ આ કેસમાં હતા પરંતુ કંઈ સમજી શકાય એવી કોઈ લિંક મળી આવતી નો હતી, કેમનું થયું હશે ? આટલી મોટી અ..ધ ઘ 16 લાખ જેટલી રકમ ગાયબ ? કોઈ . અદ્રશ્ય હાથ ? વાયરલેસ ગુનો ?
મોબાઈલમાંથી તમામ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો, *તેમની ઓફિસના CCTV ફૂટેજમાંથી માત્ર એક જ ચાવી મળી હતી.*
એવું જાણવા મળ્યું કે ઓફિસમાં સીઈઓ નું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર (બરાબર સમાન મેક/મોડલ) મૂકવામાં આવ્યું હતું. *આવું આકર્ષક ઓપરેશન સફાઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું જે ઓફિસ સમયની બહાર કામ કરે છે*. તેનો તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો, તેનું આખું મોબાઈલ બેંકિંગ હેક કરવામાં આવ્યું હતું અને ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોડસ ઓપરેન્ડીમાં, ચાર્જરને પહેલા બદલવામાં આવે છે અને તે બદલાયેલા ચાર્જરમાં પહેલેથી જ માઇક્રો ચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કોપી અને હેક કરવામાં આવે છે. અને આ શોધવું ખૂબ મુશ્કેલ હોય છે. જેથી હવેથી ચાર્જર અને યુએસબી કોર્ડ પર ખાસ ધ્યાન રાખો. ચાર્જર ને કોઈ પણઃ જગ્યા એ સૂનું ના છોડો, તમારી ઓફિસમાં પાછળ ન મુકો . અને એરપોર્ટ/મોલ/ક્લબ વગેરેમાં અન્ય કોઈના અથવા ટી/ફ્રી ચાર્જિંગનો ઉપયોગ કરશો નહીં.
* અને જ્યારે તમે વિદેશ જાઓ, ત્યારે ક્યારેય મોલ્સ/રેસ્ટોરન્ટ્સ/ટુરિસ્ટ કોચ વગેરેમાં ફ્રી વાઈફાઈ પાસવર્ડનો શિકાર ન થાઓ.
સૌજન્ય હૈદરાબાદ પોલીસ અધિકારી.
આર્ટિકલ : વારિસ સૈયદ, હિંમતનગર