કંડલા-સામખીયાળી હાઇવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ તથા જિલ્લા ટ્રાફિક સ્ટાફ દ્વારા ઇન્ટરસેપ્ટર વાહનમાં લગાવેલ અત્યાઘુનીક સ્પીડગન દ્વારા કંડલા-સામખીયાળી હાઇવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી  દંડ વસુલ કરવામાં આવેલ છે.