ભારતમાં હાલમાં મંકિપોક્સના પાંચ કેસ છે. દેશમાં મંકિપોક્સથી સત્તાવાર રીતે તો કોઈ મોત જાહેર કરાયું નથી પરંતુ શનિવારે કેરળમાં 22 વર્ષીય એક યુવાનનું મોત થયું હતું. આ યુવાન વિશે પહેલા એવું ધારવામાં આવ્યું હતું તેને મંકિપોક્સ થયો છે પરંતુ હવે એવું સામે આવ્યું છેકે યુવાન UAEમાં જ મંકિપોક્સ પોઝિટીવ થયો હતો અને આવી અવસ્થામાં તે કેરળના ત્રિશુરમાં આવ્યો હતો.  તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે તેમનું મોત મંકીપોક્સ વાયરસને કારણે થયું છે કે નહીં. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે ત્રિસુરના 22 વર્ષના એક યુવાનનું મોતનું કારણ મંકીપોક્સ હોવાની આશંકા છે. યુએઈમાં તેનો મંકીપોક્સ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ યુવાન આવી અવસ્થામાં 21 જુલાઈએ ભારત પહોંચ્યો હતો.

  • UAEથી પોઝિટીવ થઈને આવેલા 22 વર્ષીય યુવાનનું મોત
  • મૃતક યુવાન UAEમાં જ મંકિપોક્સથી સંક્રમિત થયો હતો