કચ્છમાં મોટી સંખ્યામાં ગાયોના મોત થઈ રહયા છે,ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો નજરે પડ્યા હતા અહીં ગાયોના મૃતદેહના નિકાલના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહો નજરે પડી રહયા છે.

ભુજના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો.
લમ્પી સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારો ગૌ વંશના મૃત્યુ થઈ ચૂક્યા છે.

કચ્છ ઉપરાત જામનગર, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લામાં લમ્પી વાઇરસે કહેર મચાવ્યો છે. ભુજમાં જે પ્રમાણે ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો છે. તેવો જ મૃતદેહનો ઢગલો જામનગર અને રાજકોટ જિલ્લામાં હજારો ગાયોના મોત થઈ રહયા છે.
સરકાર આ માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.