હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બરડા વિસ્તારના લોકોની સુવિધા અર્થે આયોજનઃ બે દાયકાથી આરોગ્યલક્ષી સેવાપ્રવૃતિ કરતી સંસ્થાના વધુ એક સેવાકાર્યને અપાશે વેગ બગવદરમાં આયુષ્યમાન અને ઈ - શ્રમ કાર્ડ નિઃશુલ્ક કાઢી આપવા કાર્યાલયનો આરંભ થશે.હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બરડા વિસ્તારના લોકોની સુવિધા અર્થે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે . હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે , માતા પિતાના આશીર્વાદથી અને પૂજ્ય લીરબાઇ માતાજીની અસીમ કૃપાથી છેલ્લા ૨ ઘયકાથી જરૂરિયાતમંદ દર્દી નારાયણને સમયસર - નિઃશુલ્કપણે સારવાર મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં મારી સંસ્થાના માધ્યમથી નિમિત બનતો રહ્યો છું જે બદલ હું ધન્યતા અનુભવું છું . આરોગ્યલક્ષી સેવા પ્રવૃતિઓ આપણે છેલ્લા ૨૦ વર્ષથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી અવિરત કરતા રહ્યા છે જેમાં મહા રક્તદાન કેમ્પ , સર્વરોગ નિદાનકેમ્પ , એમ્બુલન્સ સેવા , ર્દીઓને સમયસર કોઈપણ હોસ્પિટલમાં લોહી પૂરું પાડવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ ઈશ્વર કૃપાથી અવિરત થઇ રહી છે ત્યારે આ સેવા પ્રવૃતિઓને વિસ્તાર આપવા માટે અને બરડા વિસ્તારના ર્દીઓને આયુષ્યમાન કાર્ડ , ઈ - શ્રમ કાર્ડ , સંદર્ભકાર્ડ બગવદર ખાતે જ મળી રહે અને ર્દીઓને સારવાર સબંધિત માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે બગવદર ખાતે કાર્યાલયનો શુભારંભ થનાર છે . 


તા . ૨૩/૯/૨૨ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે બસ સ્ટેશન પાસે બગવદર ખાતે કાર્યાલયનો પ્રારંભ થશે . ન્યુરોલોજીકલ ડીસ ઓર્ડર નામની ગંભીર બીમારીને હરાવનાર કુણવદરની લાડકી દીકરી રેખાબેન બાબુભાઈ ઓડેદરાના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે તેમજ પ્રમુખ સ્થાને મોઢવાડાના સેવાભાવી આગેવાન માંડણ ભગત મોઢવાડીયા ખાસ ઉપસ્થિત રહેશે . સૌને ઉપસ્થિત રહેવા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે .