ગૌ શાળાઓ અને લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌ ધન માટે નાણાં ફાળવવા ગૌ પ્રેમીઓએ આવેદનપત્ર આપ્યું.

    સમગ્ર રાજ્યમાં ગૌ પ્રેમી લોકો અને માલધારી સમાજ દ્વારા ગાયો માટેના બનાવેલ કાયદાઓ દૂર કરવા ગૌચરો છુટા કરવા અને ગૌ શાળાઓમાં પાંજરાપોળ મા ગૌ રક્ષા તેના નિભાવ માટે બજેટ ફાળવવા માટે સમગ્ર રાજ્યમાં એક દિવસ દૂધ બંધ રાખી વિરોધ પ્રદશન કરી બંદ નું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત હારીજમાં જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષક યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગૌશાળાઓમાં અને પાંજરાપોળમા બજેટ ફાળવવા રજુઆત કરવામાં આવી હતી.